કુબેરનગરના કુખ્યાત વીજુ બોડીને મેઘાણીનગર પોલીસ છાવરી રહી હોવાનો આરોપ.

કુબેરનગરના કુખ્યાત વીજુ બોડીને મેઘાણીનગર પોલીસ છાવરી રહી હોવાનો આરોપ.

Share with:


પોલીસ ગુંડાને સપોર્ટ કરી રહી છે પરંતુ જનતાને નહીં….’

મહિલાએ પીઆઇ સામે લગાવ્યા ગંભીર આરોપ, કર્યા ધરણા.

(રાકેશકુમાર યાદવ દ્વારા.)

કુબેરનગર વિસ્તારનો કુખ્યાત  વિજુ બોડીને પોલીસ છારવી રહી હોય તેવા આરોપ મેઘાણીનગર પીઆઇ પર લાગ્યા છે. એક મહિલા અરજદારે તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જો કે ઘટનાના બે મહિના વીતી ગયા છતાં પોલીસ કાર્યવાહીના નામે બહાના બનાવી રહી હોવાનું જણાવી આવી રહ્યું છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પી.આઇ. પર આક્ષેપ કરતા ફરિયાદી નિતું તેજવાણીએ જણાવ્યું હતું હતું,  કુખ્યાત વિજુ બોડીએ મારા પતિ સાથે મારા માારી કરી પૈસાની લૂંટ ચલાવી હતી, જેની ફરિયાદ બે મહિના પહેલા કરી હતી. જો કે આજ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલું જ નહીં આરોપી હજુ પણ ખુલ્લેઆમ દાદાગીરીથી ફરી રહ્યો છે. તેની ધરપકડ કરવામાં આવી નથી, ત્યારે આ મામલે મહિલાએ ઉચ્ચ અધિકારીઓને પણ ફરિયાદ કરી ન્યાયની માંગ કરી હતી. 
મહિલાએ સવાલ કરતા કહ્યું, પી.આઈ. પોતાની સત્તાનો દુરઉપયોગ કરી આરોપી વીજુ બોડી છાવરી રહ્યા છે. 4-6-2021 ના દિવસે થયેલી FIRના અનુસંધાને આજ રોજ સુધી તેને કેમ પકડવામાં નહિ આવ્યો..?
ત્યારે પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન થતાં મહિલા ફરિયાદીએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનની સામે P.I.સામે ધરણાનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50થી પણ વધુ મહિલાઓ તેમની સાથે જોડાયા હતા. તો બીજી તરફ મેઘાણીનગરના પીઆઇ ચૌધરી રજા ઉપર હોવાથી સમગ્ર  ઘટનાની રજૂઆત શાહીબાગના પી.આઈ. ને કરવામાં આવી હતી. 


ત્યારે આ મામલે શાહીબાગ પોલીસે વીજુ બોડીની ધરપકડ કરવામાં આવશે તેવી બાંહેધરી આપી મહિલાઓના ધરણાને શાંત પાડ્યા હતા. તો બીજી તરફ નિતું તેજવાણીની  બિનપરવાનગીથી ધરણા કરવાના પગલે અટકાયત કરવામાં આવી હતી.

Share with:


News