અમદાવાદ- કુબેરનગર વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા યુવક યુવતીઓની સરદારનગર પોલીસે ધરપકડ કરી છે.

અમદાવાદ- કુબેરનગર વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા યુવક યુવતીઓની સરદારનગર પોલીસે ધરપકડ કરી છે.

Share with:


યુવકના ઘરમાં બેસી માતા-પુત્રી સહિત પાંચ પુરુષ અને ચાર મહિલાઓ દારૂની મહેફિલ માણતા હતા. પોલીસે ઘરમાંથી ત્રણ અડધી ભરેલી દારૂની બોટલો, નાસ્તાના પેકેટ, ખાલી ગ્લાસ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

(રાકેશકુમાર યાદવ)

અમદાવાદ -સરદારનગર પોલીસના જણાવ્યા મુજબ, મિત્રની બર્થ ડે હોવાથી આ તમામ લોકો ભેગા થઈ દારૂની પાર્ટી કરી રહ્યા હતી. જો કે કોની બર્થ ડે પાર્ટી હતી તે પોલીસને જાણ નથી. સરદારનગર પોલીસને શુક્રવારે રાતે બાતમી મળી હતી કે, કુબેરનગર વિસ્તારમાં આવેલ કર્ણાવતી સુંદર હોમ્સ ફ્લેટના પાંચમા માળે એક મકાનમાં કેટલાક યુવક-યુવતી બહારથી આવી અને દારૂની મહેફિલ માણી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ઘરમાં દરોડો પાડ્યો હતો.

માતા અને દીકરી સાથે જ દારૂ પીતા પકડાયા
આ દરમિયાન ઘરના એક બેઠક રૂમમાં કેટલાક યુવક-યુવતીઓ નીચે બેસી અને દારૂની મહેફિલ માણતા હતાં. તમામને જોતા યુવક અને યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં હતા. પોલીસને બે વ્હીસ્કી અને એક વોડકા દારૂની બોટલ, પડીકા, ખાલી ગ્લાસ સહિતની વસ્તુઓ મળી આવી હતી. જે વસ્તુઓ કબ્જે કરી હતી. મહેફિલમાં માતા અને દીકરી પણ સાથે દારૂ પીતા ઝડપાયા હતા.

ઝડપાયેલા આરોપીઓ

  • ભરત ઉર્ફે બંટી બાલાણી (રહે. કર્ણાવતી સુંદરહોમસ, કુબેરનગર)
  • લલિત તનવાણી (રહે. કર્ણાવતી સુંદરહોમસ, કુબેરનગર)
  • હિતેશ ભાગ્યા (રહે. જી વોર્ડ, કુબેરનગર)
  • જયેશ મનવાણી (રહે. નોબલનગર)
  • કરણ ચેતવાણી (રહે. જી વોર્ડ, કુબેરનગર)

Share with:


News