સરકારી જમીનો પર થતાં ગેરકાયદે બાંધકામ તાણી બંધાયા, AMC પાસે સંપૂર્ણ રેકોર્ડ છતાં 9 વર્ષથી કોઈ પગલાં નહીં ?

સરકારી જમીનો પર થતાં ગેરકાયદે બાંધકામ તાણી બંધાયા, AMC પાસે સંપૂર્ણ રેકોર્ડ છતાં 9 વર્ષથી કોઈ પગલાં નહીં ?

Share with:


રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ બનાવ્યો છે અને અમદાવાદ મ્યુનિ.બી.યુ.પરમિશન વગરના બિલ્ડિંગ સીલ કરે છે. પરંતુ શહેરમાં સરકારી જમીન પર તાણી બાંધવામાં આવેલા 42,176 મકાન સામે કોઈ કાર્યવાહી થતી નથી. દબાણનો આ સત્તાવાર રેકોર્ડ મ્યુનિ. પાસે છે પરંતુ 9 વર્ષથી કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી.

ગેેરકાયદે બાંધકામોને નિયમિત કરવા રાજ્ય સરકાર ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવી હતી. 2012માં અમદાવાદમાં ગેરકાયદે બાંધકામો નિયમિત કરાવી લેવા 2,43,105 મકાન માલિકોએ અરજી કરી હતી. જો કે મ્યુનિ.એ તમામ અરજીની ચકાસણી બાદ 2.43 લાખમાંથી 1,28,049 અરજી જ માન્ય રાખી હતી. જોકે બાકીની અરજીઓ મ્યુનિ.એ નામંજૂર કરી હતી. ઇમ્પેક્ટ ફી ભરીને બાંધકામ કાયદેસર કરાવવા માટેની 42,176 અરજી ફગાવતા મ્યુનિ.એ કારણ આપ્યું હતું કે, આ બાંધકામ સરકારી જમીન પર થયેલું છે. મ્યુનિ.ની દલીલ હતી કે, જમીન સરકારી હોવાથી મકાનની માલિકી પ્રસ્થાપિત થતી ન હોવાથી બાંધકામ નિયમિત કરી શકાય નહીં. ગેરકાયદે બંધાયેલા આ મકાનોને તે સમયે ઇમ્પેક્ટ ફીમાં નિયમિત કરાયા ન હતા.

.સરકારી જમીન પર બનેલી ઝૂંપડપટ્ટીને મ્યુનિ. તંત્ર માત્ર નોટિસ આપીને ઉખેડીને ફેંકી દે છે, સરકારી જમીન પર બનેલી આખી સોસાયટીઓને હાથ લગાવવાની મ્યુનિ.ની હિંમત નથી. 9 વર્ષથી મ્યુનિ. પાસે સરકારી જમીન પર બંધાયેલા મકાનોની માહિતી હોવા છતાં કોઇ પગલાં લેવાયા નથી. શહેરમાં સરકારી જમીન પર બનેલા મકાનોમાં 50 ટકા મકાનો તો માત્ર પૂર્વ ઝોનમાં જ છે.તેમજ ઉત્તર ઝોન માં સી.ટી.સર્વે નં..1898 જેમ  એટલે કે સરકારી જમીન પર ગેરકાયદે બનેલા 23 હજારથી વધુ મકાનો તો માત્ર ઉત્તર ઝોન માં જ છે.

શહેરમાં નિયત કરતાં વધુ જમીન ધરાવનાર ખેડૂતો પાસેથી યુ.એલ.સી.ના કાયદા હેઠળ સરકારી હસ્તક લીધેલી જગા પર બનેલા 714 જેટલાં મકાનોની અરજીઓ પણ મ્યુનિ.એ નામંજૂર કરી હતી. આ જગામાં સૌથી વધુ મકાનો નવા પશ્ચિમ ઝોનમાં 689 જેટલાં છે. જોકે આ તમામ અરજીઓ પણ મ્યુનિ.એ નામંજૂર કરી હતી.

લેન્ડ ગ્રેબિંગ એક્ટનો અમલ .
ઉત્તર ઝોન માં સરદારનગર- કુબેરનગર માં ગેરકાયદેસર ના બાંધકામ કરી આથવા કબજે કરેલી જમીનો પર સરકાર તરફથી  લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવશે .જે મોટો પ્રશ્ન લોકો માં ચર્ચા નું વિષેયા બનાવ્યો છે.AMC ના ધારાધોરણ ના હીસબે  જે ગેરકાયદેસર બાંધકામ ચાલે છે તેની અંદર કોર્પોરેશન દ્વારા મનાઇ હુકમ આપવામાં આવે છે પરંતુ સરકારી જગ્યા હોય પર કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની મનાઈ હુકામ નથી આપતા. જેના કારણે લોકો ભૂ માફિયાઓ બેફામ બન્યા છે. અને ગેરકાયદેસર બાંધકામ કરીને જમીન કબજે કરીને પાવર પર વેચી નાખે છે. જેમાં સરકારી જમીન પર કરેલા ગેરકાયદે દબાણ કરનારા સામે ફોજદારી પગલાં લેવાની જોગવાઇ કરી છે. પરંતુ શું શહેરમાં સરકારી જમીન પર બનેલા 42 હજાર મકાનો સામે કોઇ કાર્યવાહી થશે? કાયદા છતાં તેનો અમલ પસંદગીના ધોરણે થતો હોવાની ચર્ચા છે…!!!!!!.

Share with:


News