મનપસંદ જીમખાન  જુગારની રેડ માં દરિયાપુર “P.I. Dસ્ટાફ ‘PSI’ સસ્પેન્ડ.

મનપસંદ જીમખાન જુગારની રેડ માં દરિયાપુર “P.I. Dસ્ટાફ ‘PSI’ સસ્પેન્ડ.

Share with:


અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર કચેરીથી તેમજ ઝોન – 4 ની હદ મા આવેલા દરિયાપુરના મનપસંદ જીમખાનમાં સૌથી મોટી જુગારની રેડ થઈ અને 183 જેટલા જુગારીઓ ઝડપાયા હતા. આ રેડના કારણે અમદાવાદ પોલીસ કમિશનરની શાખને ડાઘ લાગ્યો હતો.હવે રથયાત્રા બાદ પોલીસ અધિકારીઓ એક્શન મોડમાં આવી ગયા છે.અને જવાબદારોની બદલી અને સસ્પેન્ડનો ઓર્ડર કરી દીધો છે. જેમાં આજે PCBમાં મહત્વના વહીવટ કરતા યોગેન્દ્ર સિંહ સહિત 9 ની બદલી થઈ છે. બીજી તરફ દરિયાપુર પીઆઈ આર. આઈ. જાડેજા, ડિસ્ટાફ PSI કે. સી. પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાની વિગત સૂત્રોએ જણાવી છે.

  • PCBના 9 વ્યક્તિની ટ્રાન્સફર ?
    અમદાવાદના વિવાદિત રહેલા ઝોન 4 વિસ્તારમાં અનેક બદીઓના કારણે ઉચ્ચ અધિકારીઓની શાખમાં ડાઘ લાગ્યો છે.
  • દરિયાપુરમાં થયેલી જુગારની રેડમાં 183 લોકો ઝડપાયા જેમાં પહેલીથી આશંકા હતી તેમ દરિયાપુર PI આર. આઈ. જાડેજા અને ડિસ્ટફ PSIને સસ્પેન્ડ કરી દીધા છે. બીજી તરફ આજે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે PCBના 9 વ્યક્તિની ટ્રાન્સફર કરી છે અને હજી પણ PCBમાં મોટું દુષણ છે જેને માટે પોલીસ કમિશનર ઝડપથી કાર્યવાહી કરશે તેવી વિગત સૂત્રોએ જણાવી છે.
દરિયાપુરના મનપસંદ જીમખાનમાં સૌથી મોટી જુગારની રેડ થઈ અને 183 જેટલા જુગારીઓ ઝડપાયા

દરિયાપુરના મનપસંદ જીમખાનમાં સૌથી મોટી જુગારની રેડ થઈ અને 183 જેટલા જુગારીઓ ઝડપાયા

અમદાવાદના અનેક પોલીસકર્મીઓ સાણસામાં આવી શકે
દરિયાપુર જીમખાના રેડમાં હવે DCPના વહીવટદાર પ્રકાશ સિંહ તેમજ અન્ય ઝોન-4 ના વહીવટદાર સામે પોલીસ કમિશ્નર તરત જ કાર્યવાહી કરવાના મૂડમાં આવી ગયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

હવે બંસી બૂટલેગર કેસમાં તપાસ DCP ઝોન-4 ના સુપરવિઝનમાંથી ખેંચવામાં આવે તો તેમાં પણ અમદાવાદ શહેરના અનેક પોલીસ ઇન્સપેક્ટર અને પોલીસ કર્મચારીઓ સાણસામાં આવી શકે છે. બીજી તરફ હવે IPSના વહીવટકર્તા લોકોના લીધે શહેરની કંટ્રોલ થયેલી ઇમેજને રોજ રોજ નુકશાન થઈ રહી છે. જેમની આગામી દિવસોમાં આવતી બદલીઓમાં સરકાર દ્વારા બદલી કરવાની પણ ચર્ચા કરવામાં આવી છે.

રેડ થયા બાદ સમગ્ર પ્રકરણમાં પોલીસકર્મીઓના પણ તપાસમાં નામ ખુલ્યાં..

  • પૈસા ઉઘરાવતા પોલીસ કર્મીનાં નામ તપાસમાં ખૂલ્યાં ?
    દરિયાપુર પીઆઈ વતી તેમના બે વહીવટદાર ક્રાઈમ બ્રાંચના ભગીરથસિંહ જાડેજા અને રિવરફ્રન્ટ ઈસ્ટના કૃષ્ણપાલસિંહ ચુડાસમા પૈસા ઉઘરાવતા હતા. જ્યારે એફ ડિ‌વિઝન એસીપી જે.કે.ઝાલા વતી નિવૃત્ત પોલીસકર્મી મહાવીરસિંહ ઝાલા અને ડીસીપી રાજેશ ગડિયા વતી એસસી એસટી સેલમાં ફરજ બજાવતા પ્રકાશસિંહ ચંપાવત પૈસા ઉઘરાવતા હોવાનું તપાસમાં ખૂલ્યું હતું…!
  • જહેરાત
  • Prmoat video

Share with:


News