પોલીસ અધિકારીઓને હુસ્નની જાળમાં ફસાવતી અમદાવાદની ‘શાતીર હસીના. લોક ચર્ચા ?

પોલીસ અધિકારીઓને હુસ્નની જાળમાં ફસાવતી અમદાવાદની ‘શાતીર હસીના. લોક ચર્ચા ?

Share with:


અમદાવાદ, હની ટ્રેપના ખેલને પણ સારો કહેવડાવે તેવો એક ખતરનાક ખેલ અમદાવાદની એક શાતિર હસીનાએ ચાલુ કર્યો છે, જે પોતાની લકઝુરિયસ લાઇફ માટે પોલીસ અધિકારીઓ તેમજ જાણીતી હસ્તીઓને પોતાની હવસનો શિકાર બનાવીને લાખો રૂપિયા ખંખેરી રહી છે. આ હસીનાએ પીઆઇ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને હુસ્નની જાળમાં એટલી હદે ફસાવી દીધા છે કે જેના કારણે તેમના ઘરસંસાર તૂટવાની પણ નોબત આવી ગઇ છે.રૂપિયાની લાલચમાં આજે લોકો કોઇ પણ હદ સુધી જઇ શકતા હોય છે, પછી તેના પ્રત્યાઘાત કેવા પડે છે તેનાથી તેમને કોઇ નિસબત હોતી નથી. તાજેતરમાં હની ટ્રેપનો ખેલ સામે આવ્યો હતો, જેમાં પોલીસના રક્ષક જ ભક્ષક બનીને લોકો પાસે રૂપિયા પડાવતા હતા ત્યારે હવે તેનાથી ઊલટું થઇ રહ્યું છે, જેમાં પોલીસની રક્ષર્કો ખુદ હની ટ્રેપના વધુ ખતરનાક ખેલમાં ફસાઇ રહ્યા છે. હની ટ્રેપનો મતલબ યુવતી રૂપિયા કમાવવા માટે પૈસાદાર, લોકો સાથે એકાદ વખત રિલેશને રાખે અને બાદમાં તેના વિરુદ્ધ રેપની ફરિયાદ કરીને લાખો રૂપિયા પડાવી લે.
વોટ્સએપ ગ્રૂપમાં એડ થઇને મિત્રતા કેળવે છેઃ મળેલી વિગત અનુસાર ઓ યુવતીની ખાસિયત એવી છે કે તે પોલીસ અધિકારીઓની સાથે મિત્રતા કેળવીને તેમણે બનાવેલા વોટ્સએપ ગ્રૂપે અથવા તો તે જે ગ્રૂપમાં હોય તેમાં એડ થઇ જાય અને ગ્રૂપમાં બીજા લોકો સાથે મિત્રતા કેળવી લે છે. ત્યારબાદ તમામ લોકો એકસાથે ગ્રૂપમાં પાર્ટીનું આયોજન પણ કરતા હોય છે.


પાસેથી ૩૦ લાખ ખંખેરી લીધા: પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર પોશ વિસ્તારમાં રહેતી આ યુવતીએ માત્ર અમદાવાદના પોલીસ અધિકારીઓ સાથે નહીં, પરંતુ અલગ અલગ જગ્યાએ ડ્યૂટી કરતા પોલીસ અધિકારીઓ સાથે પણ મિત્રતા કેળવી છે, જેમાં જાણવા મળ્યું છે કે એકાદ-બે મહિના પહેલાં આ યુવતીએ વડોદરાના એક પીઆઇ પાસેથી અંદાજિત ૩૦ લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. સૂત્રો પાસેથી મળેલી વિગત અનુસાર પીઆઇ તેમજ આ યુવતીએ સાથે અમદાવાદમાં સિક્યોરિટીની કંપની પણ શરૂ કરી છે.


અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી એક સ્વરૂપવાન યુવતી , જે રંગીન મિજાજના પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ ઇન્સ્પેકટરને પ્રેમજાળમાં ફસાવી રહી છે. પોલીસસૂત્રો તેમજ કેટલાક આધારભૂત પુરાવાઓના આધારે જાણવા મળ્યું છે કે આ યુવતી એટલી બધી શાતિર છે કે તે પહેલાં પોલીસ ઇન્સ્પેક્ટર સાથે મિત્રતા કેળવે છે અને ત્યારબાદ ધીમે ધીમે તેમના રૂપિયા ખંખેરી લે છે. પોલીસ દઇન્સ્પેક્ટર સહિત અનેક જાણીતી હસ્તીઓને પણ આ હસીનાએ પોતાના ખતરનાક ખેલમાં ફસાવી દીધા છે.


પોલીસ સ્ટેશનમાં જ પીઆઇ સાથે સેલ્ફી લીધી: ઉત્તર ગુજરાતમાં આવેલા એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરના આ યુવતી સાથે રિલેશન એટલા સારા હોવાનું પણ સામે આવ્યું છે. આ યુવતીએ પોલીસ સ્ટેશનમાં પીઆઇની ચેમ્બરમાં જ પીઆઇ સાથે સેલ્ફી લીધી હોવાના ફોટોગ્રાફ્સ સામે આવ્યો છે, સાથોસાથ યુવતી પીઆઇ અને તેમના મિત્રો સાથે મસ્તી કરતી હોવાનો પણ વીડિયો સામે આવ્યો છે.

સેક્સ રેકેટમાં પણ ધરપકડ થઇ ચૂકી છેઃ શાતિર હસીના થોડાં વર્ષ પહેલાં સેક્સ રેકેટમાં પણ ઝડપાઇ ચૂકી છે. અમદાવાદમાં મહિલા એસીપી તરીકે કાનન દેસાઇ હતાં ત્યારે તેમણે પોશ વિસ્તારમાં બાતમીના આધારે રેડ કરી હતી, જેમાં આ યુવતીની ધરપકડ કરવામાં આવી હતી, કારણ કે તે સમયે આ યુવતી સેક્સ રેકેટ ચલાવતી હતી. ….!

Share with:


News