સુરતથી 9.50 લાખનું પ્રતિબંધીત મેફેડ્રોન ડ્રગ્સ અમદાવાદ મોકલનાર સપ્લાયર આરોપી ઝડપાયો.

સુરતથી 9.50 લાખનું પ્રતિબંધીત મેફેડ્રોન ડ્રગ્સ અમદાવાદ મોકલનાર સપ્લાયર આરોપી ઝડપાયો.

Share with:


અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી થોડા દિવસ અગાઉ પ્રતિબંધીત મેફેડ્રોન ડ્રગ્સ વજન 98 ગ્રામ અંદાજે 9.50 લાખનો જથ્થો ઝડપાયો હતો. અમદાવાદમાં આ ડ્રગ્સનો જથ્થો સુરતથી મોકલાયો હોવાની બાતમી સુરત એસઓજી પોલીસને મળતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં બાતમીના આધારે પોલીસે સપ્લાયરને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

ચાંદખેડના ફ્લેટમાંથી ડ્રગ્સ ઝડપાયેલું
અમદાવાદ શહેર એસ.ઓ.જી.,દ્વારા થોડા દિવસ પહેલા અમદાવાદ ચાંદખેડા ત્રાગડ રોડ ઉપર આવેલ આંનદ સ્કેવેર નામના એપાર્ટમેન્ટમાં આવેલ એક ફ્લેટમાંથી એક રાજ્જાની યુવકને પ્રતિબંધીત મેફેડ્રોને ડ્રગ્સ વજન 98 ગ્રામ અંદાજે કિમત 9.50 લાખ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ આરોપીની પૂછપરછમાં તેની પાસેથી મળી આવેલ ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર તરીકે આરોપી સ્વરૂપસિંહ ખુશાલસિંહ રાઠોડ ઉ.વ-28 ધંધો-વેપાર રહે-૦/૪૦૧ આનંદ સ્કવેર, ત્રાગડરોડ ચાંદખેડા અમદાવાદ મૂળ રહે- રાજપુતોકા વાસ બોકડા તા-આહોર જી-જાલોર રાજસ્થાનવાળાનુ નામ ખુલ્યું હતું. તથા આ આરોપી હાલ સુરત ખાતે હોવાની હકીકત મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

બાતમીના આધારે સપ્લાયર ઝડપાયો
પોલીસને મળેલી બાતમીના આધારે કડોદરા-સુરત હાઈવે રોડ, વેડછા પાટીયા પાસે સપ્લાયર ઉભો હોવાની બાતમી આધારે આરોપીને પોલીસે વોચ ગોઠવીને ઝડપી પાડ્યો હતો.આરોપીની પૂછપરછમાં તે 2015થી ગોવામાં કલંગુટ ખાતે આવેલ “રોયલ ટેસ્ટ ડ્રાઈફ્રુટ” નામની દુકાનમાં નોકરી કરતો હતો. ત્યારે ત્યા એક નાઈજેરીયન સાથે ઓળખાણ થયેલ અને તેની પાસેથી થોડું-થોડું ડ્રગ્સ લઈ ગોવા ફરવા આવતા ટૂરીસ્ટોને વેચતો હતો. પરંતુ સને-2020માં લોકડાઉન લાગતા પોતાના વતન ચાલ્યો ગયો હતો

Share with:


News