આમ આદમી પાર્ટીએ કરી ફરિયાદ.”નમાજ પઢશે ગુજરાત”નામથી સોશિયલ મીડિયામાં વાઇરલ કરતા ફરિયાદ.

Share with:


(રાકેશકુમાર યાદવ દ્વારા )

અમદાવાદ.ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ધર્મના નામે એકહથ્થું શાસન ચલાવી રહી ભારતીય જનતા પાર્ટી સત્તામાં ટકી રહેવા હવાતિયાં મારી રહી છે.આમ આદમી પાર્ટીને બદમનામ કરવાના ઇરાદે સોસિયલ મીડિયામાં “નમાજ પઢશે ગુજરાત”પોસ્ટ કરતા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રમુખ પ્રણવભાઈ ઠક્કર ફરિયાદ આપતા જણાવ્યું હતું કે,ભારતીય જનતા પાર્ટી ધર્મના નામે લોકોને ગુમરાહ કરી રહી છે.આ સરકાર કોઈ દિવસ સારું આરોગ્ય,શિક્ષણની વાત કરતી નથી.આમ આદમી પાર્ટીને ધર્મનું લેબલ લગાવી લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આમ આદમી પાર્ટી જે રીતે લોકોના કામ કરી કામની રાજનીતિ કરી રહી છે.તેનાથી સત્તાધીશ પાર્ટીમાં ડર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.આગામી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જે રીતે કામ કરી રહી છે તેનાથી તેની જીત નક્કી છે.
સાઇબર ક્રાઈમમાં ફરિયાદ કરતી વખતે આપ ના લીગલ સેલના પ્રમુખ પ્રણવભાઈ ઠક્કર,પુનિતભાઈ જુનેજા,હિતેશભાઈ શાહ,જ્યેન્દ્ર અભવેકર,રોશન પરમાર સહિત વકીલો હાજર રહ્યા હતા…..!

Share with:


By admin

Rakesh yadav

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!