અમદાવાદમાં વેપારીઓને હુસ્નની જાળમાં ફસાવી લાખોની તોડ કરતા PSI જનક બ્રહ્મભટ્ટની ધરપકડ !

અમદાવાદમાં વેપારીઓને હુસ્નની જાળમાં ફસાવી લાખોની તોડ કરતા PSI જનક બ્રહ્મભટ્ટની ધરપકડ !

Share with:


સમગ્ર ગુજરાત માં ફેસબુક-જેવી સોશિયલ મીડિયા પર હુસ્નની જાળમાં ફસાવીને વૃદ્ધ તેમજ આધેડ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવવાના હનીટ્રેપમા ક્રાઈમ બ્રાંચ મહિલા પીઆઈની ધરપકડ કરી હતી. ત્યાં જ ક્રાઈમ બ્રાંચની તપાસમા અન્ય પોલીસ કર્મચારીની સંડોવણી ખુલતા તેમની ધરપકડની કાર્યવાહી શરૂ કરી હતી. અને આજે અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનના PSI જનક બ્રહ્મભટ્ટની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે.અમદાવાદ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલાં મહિલા PI ગીતા પઠાણ અને તેમની ગેંગ સોશિયલ મીડિયા થકી વેપારીઓને ફસાવીને યુવતીઓ હોટેલમાં લઈ જતી હતી. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી પીઆઇ ગીતા પઠાણ સહિતની છ લોકોની ધરપકડ કર્યા બાદ વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ જે.કે.બહ્મભટ્ટનું પણ નામ ખૂલ્યું હતું, જેથી આરોપી પીએસઆઇ ધરપકડથી બચવા ફરાર થઇ ગયા હતા. હવે અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનના PSI જનક બ્રહ્મભટ્ટની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે.

હનીટ્રેપ મામલે સંડોવણી સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે જ હનીટ્રેપ મામલે મહિલા PI સહિત 8ની ધરપકડ કરવામાં આવી છે.આરોપી પીએસઆઈ જનક બ્રહ્મભટ્ટની તપાસ કરતા સામે આવ્યુ કે, મહિલા પૂર્વ પોલીસ મથકમાં કુલ 4 ખોટી અરજી કરવામાં આવી હતી, જેમાં અલગ-અલગ વેપારી પાસેથી 26 લાખથી વધુની રકમ પડાવી લેવામાં આવી. જેમાથી 6 લાખ રૂપિયા પીએસઆઈને મળ્યા હતા, જેથી તેની સંડોવણી સામે આવતા જનક બ્રહ્મભટ્ટ ફરાર થયો હતો, અને આગોતરા જામીન મેળવા માટે વલખા પણ માર્યા હતા. જોકે આગોતરા જામીન ન મળતા ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી.જનક ભ્રહ્મભટ્ટની પુછપરછ કરતા તેણે બે ખોટી અરજીની તપાસ પોતાના હસ્તગ લીધી હતી. જેમાં તેણે લાખ્ખો રૂપિયા વેપારી પાસેથી સમાધાનના નામે પડાવ્યા હતા.

જોકે હજી પોલીસની ક્રોસ તપાસ કરતા ઘણા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે. માટે ક્રાઈમ બ્રાંચ પીએસઆઈ જનક બ્રહ્મભટ્ટને કોર્ટમા રજૂ કરી રિમાન્ડ મેળવશે. જે અંગે વધુ તપાસ થાય તો ખુલાસા પણ થઈ શકે છે.આ હનીટ્રેપની વાત કરીએ તો આ ગેંગ યુવતીઓના નામે વેપારીઓને ફોન કરતી હતી અને પોલીસ સ્ટેશનમાં બોલાવી સેટલમેન્ટ કરતી હતી. આ કેસમાં અત્યાર સુધી અનેક લોકો ટાર્ગેટ બની ચૂક્યા છે. જ્યારે સત્તાવાર રીતે ચાર ફરિયાદમાં પોલીસ અને તેની ગેંગ દ્વારા 26 લાખ રૂપિયા લોકો પાસેથી પડાવી લીધા છે.ક્રાઈમ બ્રાંચમાં હનીટ્રેપની ફરિયાદ બાદ પીઆઇ ગીતાબહેન ફરાર હતાં. ક્રાઈમ બ્રાંચમા અગાઉ એક વેપારીએ હનીટ્રેપની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ક્રાઇમ બ્રાંચે જિતેન્દ્ર ઉર્ફે જિતુ મોદી, બિપીન પરમાર, ઉન્નતિ ઉર્ફે રાધિકા રાજપૂત અને જાનવી ઉર્ફે જિનલ પઢિયારની ધરપકડ કરી હતી..!

Advertisement..

Share with:


News