મુંબઈની ચાર યુવતીઓની અટક કરી પતાવટ માટે માંગ્યા એક લાખ ? જુઓ આ અહેવાલ.

મુંબઈની ચાર યુવતીઓની અટક કરી પતાવટ માટે માંગ્યા એક લાખ ? જુઓ આ અહેવાલ.

Share with:


મુંબઈની ચાર યુવતીઓની અટક કરી પતાવટ માટે માંગ્યા એક લાખ ? જુઓ આ અહેવાલ.
  • અમદાવાદ પોલીસ પર ચારેય યુવતીઓએ કોર્ટમાં કરી ફરિયાદ.

દેશભરમાં અમદાવાદ પોલીસની કામગીરી અન્ય રાજ્યો કરતા સારી છે.પરંતુ આ કિસ્સો જોઈ લાગે છે કે પોલીસ પર સરકારની પક્કડ રહી નથી. મુંબઇ થી અમદાવાદ આવતી ચાર મહિલાઓને પાંચ પોલીસે અટક કરી કેસની પતાવટ માટે રૂપિયા એક લાખની માંગણી કરી હતી.આ મામલે મહિલાના એક સંબંધીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પોલીસનો ભાંડો ફૂટ્યો છે.ચારેય મહિલાઓએ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ યુ.એન.સિંધી સમક્ષ પણ ફરિયાદ કરી છે.આ મામલે સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે.

બનાવની વિગત એવી છે કે,ગઈ તા.10 મી જૂન ના રોજ મુંબઇ વેસ્ટ અંબારબાથ ખાતે રહેતી ચાર મહિલાઓ લક્ષ્મી.સુનિતા,પૂજા અને પૂર્ણિમા કોરોના બાદ પોતાના પરિવાર જનો ને મળવા અમદાવાદ ટ્રેનમાં આવી હતી.આ ટ્રેન સવારે પાંચ વાગે અમદાવાદ રેલવે મથક આવી હતી. આ મહિલાઓ રિક્ષામાં બેસી જતા હતા

આ દરમિયાંન પાંચ પોલીસ કર્મીઓએ આગળ જતાં અટકાવી હતી.આટો રીક્ષા રોકાવી ચારેય મહિલાઓને પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચ ,એસ ઓ.જી તરીકે આપી એક સફેદ કલરની કારમાં બેસાડી કેસની પતાવટ માટે પૈસાની માંગણી કરી હતી.મહિલાઓના ફોન લઈ અમદાવાદના સંબંધીઓ સાથે વાત કરી હતી.જેમાં એવું કહ્યું હતું કે આ મહિલાઓ મુંબઇ થી બિયરની 10 પેટી લઈ ને આવી છે.ત્યારે મહિલાના એક સંબંધીને નવયુગ સફૂલ પાસે આવેલ કેનાલ પાસે બોલાવ્યા હતા. ત્યારે આ યુવક ચેતન નવીન ઇન્દ્રેકરે 100 નંબર પર કંટ્રોલ મેસેજ કરી જાણ કરી હતી.

પોલીસ કર્મી મુકેશરાવ મરાઠી જે એરપોર્ટ પોલીસ મથકમાં ફરજ બજાવે છે.જીતેન્દ્રસિંહ હોમગાર્ડ, અર્જુનસિંઘ,જયદીપસિંઘ,યુવરાજ સિંહ જાડેજાએ કેસની પતાવટ માટે રૂપિયા એક લાખ ની માંગણી કરી રહ્યા છે.ત્યારે કૃષ્ણનગર પોલિસ હરકતમાં આવી હતી.ચેતન નો નિવેદન લઇ આ પાંચેય પોલીસ ને મહિલાઓને સોંપી દેવા વિનંતી કરી હતી.આ પાંચેય ભ્રષ્ટ પોલીસે ના છુંટકે ચારેય મહિલાઓને વિદેશી દારૂ બિયરના 214 ટીન સાથે કૃષ્ણનગર પોલિસને સોંપી હતી.પોલીસની આબરૂ ના જાય તે માટે પોલીસએ મુંબઈમાં રહેતી લક્ષ્મી નીતિન, સુનીતા, પૂર્ણિમા અને પૂજાની ધરપકડ કરી હતી.

આ ચારેય મહિલાને મેટ્રો મેઝી.યુ.એન.સિંધી સમક્ષ રજુ કરતા મહિલા એ આ પોલિસવાળા એ સવારે પાંચ વાગે રેલવે સ્ટેશન થી અટક કરી 11 વાગ્યા સુધી ફેરવતા રહ્યા હતા.કેસ ની પતાવટ માટે પૌસાની માંગણી જરી હતી.આ પોલિસવાળા એ માર માર્યા હોવાની ફરિયાદ કરતા કોર્ટે મહિલાઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપી છે. સારવાર રિપોર્ટ સીલબંધ કવરમાં કોર્ટને મોકલી આપવા આદેશ કર્યો છે.મહિલા આરોપીઓ તરફે અડવોકેટે જ્યેન્દ્ર અભવેકર અને નવદીપ ઇન્દ્રેકર હાજર રહ્યા હતા.

અત્રે નિધનિય છે કે, રેલવે સ્ટેસન થી ઉપાડી લાવેલી મહિલાઓને કૃષ્ણ નગર પોલીસને કોને સોંપી.આ તોડ બાજ પોલિસની ની વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી નહિ.રેલવે સ્ટેશનથી મહિલાઓને ઉપાડી કૃષ્ણ નગર પોલિસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. આ પાંચ પોલિસને પી આઇ. એ જોરદાર ખખડાવ્યા હોવા છતાં કેમ કોઈ ફરિયાદ નહિ ?આમ થાય છે ડિટેકશન …પણ ખોટું….????

Share with:


News