અમરાઇવાડી પોલીસે પતિ, જેઠ તેમજ સાસુ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી-સાસરિયાના ત્રાસથી યુવતીએ વાસણ ધોવાનું લીકવીડ પીધું..!

અમરાઇવાડી પોલીસે પતિ, જેઠ તેમજ સાસુ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી-સાસરિયાના ત્રાસથી યુવતીએ વાસણ ધોવાનું લીકવીડ પીધું..!

Share with:


પતિની ધમકી : ‘તું મને છૂટાછેડા આપી દે નહીં તો તારી માંને જાનથી મારી નાખીશ…?

(રાકેશ યાદવ) અમદાવાદ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં પરણિતાને પતિ સહિત સાસરીયાઓ ત્રાસ આપતા હોવાની ફરિયાદ સામે છે. પતિ અવાર નવાર યુવતીને છૂટાછેડા આપવાની ધમકી આપી મારઝુડ કરતો હતો. તો બીજી તરફ સાસુ તેમા જેઠ માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હતા. જેથી ત્રસ્ત થઈ યુવતીએ વાસણ ધોવાનું લીકવીડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો હતો. આ મામલે અમરાઇવાડી પોલીસે પતિ, જેઠ તેમજ સાસુ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમરાઇવાડી વિસ્તારમાં લાલ બંગલા નજીક એકતા એપાર્ટમેન્ટમાં રહેતી પરણિતાએ પતિ પવનકુમાર શીવનાણી, જેઠ જોનીભાઇ શીવનાણી તેમજ સાસુ ભારતી શીવનાણી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આઠ વર્ષ પહેલા પવનકુમાર શીવનાણી સાથે લગ્ન થયા હતા. સંતાનમાં એક 6 વર્ષનો પુત્ર છે. લગ્નના સાતેક મહિના સાસરિયાઓ દ્વારા સારું રાખતા હતા. ત્યાર બાદ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. સાસુ ભારતીબેન નાની નાની વાતોમાં ટોણાં મારવા હતા. જયારે પતિ અને જેઠ કહેતા કે તારા અહીંયા લગ્ન થયા છે એટલે તારે મજા છે તારા માં બાપ તો ગરીબ છે. પતિ અવાર નવાર ગુના કાઢી મૂઢ માર મારતાં હતા.
જો કે ઘર સંસાર ના બગડે અને દિકરીના ભવિષ્યનું વિચાર કરી સાસરીયાઓનો શારીરિક માનસિક ત્રાસ સહન કરતી હતી. પરણિતા ઘર ખર્ચ માટે તેમજ દીકરાના ખર્ચ માટે પૈસા માગતી તો જેઠ અને સાસુ પતિને ચડામણી કરતા હતા. પાંચેક મહિના પહેલાં પતિએ માર મારી યુવતીને ઘરમાંથી કાઢી મુકી હતી.
બે દીવસ પહેલા યુવતી કોઈ કામ અર્થે ઘરની બહાર ગઈ હતી. ત્યારે તેનો પતિ પાછળ પાછળ આવ્યો હતો. ત્યાર બાદ યુવતી પાસે જઈ હાથમાં કોરો કાગળ આપી સહી કરવા દબાણ કર્યું હતું. મારે તારી સાથે છૂટાછેડા લેવા છે તેમ કહી ગંદી ગાળો બોલવા લાગ્યો હતો. એટલું જ નહીં ધમકી આપતાં કહ્યું હતું કે જો તું છૂટાછેડા નહીં આપે તો તારી માતાને જાનથી મારી નાખીશ..અને ત્યારબાદ યુવતીને બે લાફા મારી દીધા હતા.
ત્યાર બાદ યુવતીએ શારીરિક-માનસિક ત્રાસથી કંટાળી વાસણ ધોવાના લિક્વિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો કરતા મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો હતો. આ મામલે અમરાઈવાડી પોલીસે પતિ પવનકુમાર શીવનાણી, જેઠ જોનીભાઇ શીવનાણી તેમજ સાસુ ભારતી શીવનાણી વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

Share with:


News