DGP આશિષ ભાટિયા થયા આકરાઃ આ 5 પોલીસકર્મી ઓને બુટલેગરો સાથેની ભાઈ બંધી પડી મોંઘી, કુલ 16ની બદલી ?

DGP આશિષ ભાટિયા થયા આકરાઃ આ 5 પોલીસકર્મી ઓને બુટલેગરો સાથેની ભાઈ બંધી પડી મોંઘી, કુલ 16ની બદલી ?

Share with:


રાજ્ય પોલીસવડા આશીષ ભાટિયાએ રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને વિવાદીત ભૂતકાળ ધરાવતા અને ખાખીને લાંછનરૂપ કામગીરી કરનાર ૧૬ પોલીસકર્મીઓની જીલ્લા ફેર બદલી કરી છે. જેમાં અરવલ્લી જીલ્લાના બુટલેગરો સાથે ભાઈબંધી રાખનાર ૫ પોલીસકર્મીઓની બદલીના આદેશના પગલે પોલીસબેડામાં ફફડાટ ફેલાયો છે. અરવલ્લી જીલ્લામાં બુટલેગરો સાથે ભાઈબંધી ધરાવતા અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સસ્પેન્ડ અને જીલ્લા ફેર બદલી ભોગવી ચુક્યા છે. 

અરવલ્લી જીલ્લામાં બુટલેગરો અને અસામાજીક તત્વો સામે પોલીસતંત્રમાં રહેલા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ઘરાબો ધરાવતા હોવાના આક્ષેપ અનેકવાર થઇ ચુક્યા છે. ત્યારે રાજ્ય પોલીસવડા આશીષ ભાટિયાએ અગાઉ વિવાદીત ભૂતકાળ ધરાવતા અને રેન્જ બહાર બદલી કરાયેલ બે કોન્સ્ટેબલ સહીત અન્ય ત્રણ પોલીસકર્મીઓની જીલ્લાફેર બદલીના આદેશ કરતા પોલીસબેડામાં તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે. 

આશિષ ભાટિયાએ અરવલ્લી ઉપરાંત મહિસાગરના વિરેન્દ્રસિંહ પ્રતાપસિંહ બિહોલાની કચ્છ, ભૂજ, સંજયકુમાર કેસરસિંહ રાવતની કચ્છ ગાંધીધામ, ગોધરાના મિનેશ ગનાભાઈ ભુનેતરની પોરબંદર, સુમેરસિંહ મનોજભાઈ પરમારની જુનાગઢ, અશ્વિનકુમાર મનુભાઈ ખરાડીની બોટાદ, અરવિંદ સડિાભાઈ બરમલીયાની ડાંગ-આહવા, જ્યારે ખેડાના ચંદ્રસિંહ જીતેન્દ્રસિંહની પાટણ, ફિરોજખાન ફરીદખાનની બનાસકાંઠા, એન્ડુ જેરામ અસારીની ભુજ કચ્છ, મનુભાઈ બાબુભાઈની ગાંધીધામ કચ્છ અને નરેશકુમાર ભીલડાભાઈની મોરબી ખાતે બદલી કરી છે.

આરવલ્લી જીલ્લામાં ખાખી વર્દીમાં રહેલા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ તોડ પાણી કરતા હોવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. જીલ્લા પોલીસતંત્રમાં બુટલેગરો સાથે ભાઈબંધી રાખતા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ સામે અત્યાર સુધી પોલીસવડાએ સખ્ત કાર્યવાહી કરી સસ્પેન્ડ કરી ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓમાં દાખલો બેસાડી રહ્યા છે. તેમ છતાં બે નંબરી આવકમાં મદમસ્ત બનેલા જીલ્લાના કેટલાક ભ્રષ્ટ પોલિસ અધિકારીઓ અને કર્મચારીઓ નોકરીના ભોગે પણ ભાઈબંધી નીભાવી રહ્યા હોવાની અનેક ઘટનાઓ સતત બહાર આવતા ખાખી કલંકીત થઇ રહી છે.

 
રાજ્ય પોલીસ વડાએ અરવલ્લીના આ પાંચની બદલીના કર્યા આદેશ 

(૧) સિધ્ધરાજસિંહ ઉદાવત ની તાપી જિલ્લામાં બદલી કરાઈ 
(૨) વિનોદકુમાર પગી ને અમરેલી
(૩) વસીમહુસેન મન્સુરી ને ગીર સોમનાથ

અગાઉ રેન્જમાં બદલી થયેલા જીલ્લા બહાર  બદલાયેલ કોન્સટેબલ 

(૧) ઇન્દ્રસિંહ જોધ્ધાને છોટાઉદેપુર
(૨) વિરભદ્રસિંહ જેતાવત ને ભાવનગર…

Share with:


News