સરદારનગર પોલીસની જુગાર ધામના અડ્ડા પર રેડ !

સરદારનગર પોલીસની જુગાર ધામના અડ્ડા પર રેડ !

Share with:


અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં લાસ વેગાસની જેમ રાઉન્ડ ધ કલોક દારૂ-જુગારના ધંધા ધમ ધમી રહ્યા છે.જ્યારે પોલીસ મેસેજના આધારે ના છૂટકે રેડ કરતા 13 પુરુષ અને ત્રણ મહિલા સહિત પોલીસે કુલ16 લોકોની ધરપકડ કરી છે.પોલીસે પાંચ વાહનો સહિત રોકકડ રૂપિયા એક લાખ કરતા વધુ મુદ્દામાલ કબ્જે કર્યો છે. સરદારનગર વિસ્તારના જી વૉર્ડ ગુરુદ્વારા ખાતેના એક મકાનમાં નરોડા પાટિયા હત્યાકાંડ કેસનો આરોપી હરેશ ઉર્ફે મુગડો જીલુભાઈ જુગાર રમાંડતો હતો.આ વિસ્તારના સ્થાનિક રેહવાસીએ પોલીસને કંટ્રોલ મેસેજ કરી જુગારની બાતમી આપી હતી.આ ઘરમાં છેલ્લા ઘણા સમયથી જુગાર ચાલતો હોવાથી લોકો પણ ત્રાસી ગયા હતા.

સ્થાનિક પોલીસે બાતમીના આધારે રેડ કરતાબંદ મકાનમાં આરોપીનો જ અડ્ડો હતો.પરંતુ આજુ બાજુના લોકો અને વિસ્તારમાં લગાવવામાં આવેલા સી.સી.ટી.વી.કેમેરા જોતા ના છુંટકે પોલીસે ધરપકડ કરવાની ફરજ પડી હતી.પોલીસ ની આ કામગીરી થી આજુબાજુ ના રહીશો એ પોલીસ નો આભર પ્રગટ કર્યું !..

Share with:


News