હનીટ્રેપ કેસમાં PSI જે. કે. બ્રહ્મભટ્ટનું નામ ખૂલતાં જ ભૂગર્ભમાં ઊતરી ગયા ?

હનીટ્રેપ કેસમાં PSI જે. કે. બ્રહ્મભટ્ટનું નામ ખૂલતાં જ ભૂગર્ભમાં ઊતરી ગયા ?

Share with:


અમદાવાદ – હનીટ્રેપ કેસમાં રોજ નવા નવા ફણગા ફૂટી રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી પીઆઇ ગીતા પઠાણ સહિતની છ લોકોની ધરપકડ કર્યા બાદ વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં હવે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ જે.કે.બહ્મભટ્ટનું પણ નામ ખૂલ્યું છે, જેથી આરોપી પીએસઆઇ ધરપકડથી બચવા ફરાર થઇ ગયા છે. શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફ્રજ બજાવી ચૂકેલાં મહિલા PI ગીતા પઠાણ અને તેમની ગેંગ સોશિયલ મીડિયા થકી વેપારીઓને ફ્સાવીને યુવતીઓ હોટેલમાં લઈ જતી હતી. ત્યાર બાદ કામ પોલીસ ગેંગનું શરૂ થતું હતું. જે આ યુવતીના નામે વેપારીઓને ફેન કરતી હતી અને પોલીસ સ્ટેશનમાં બોલાવી સેટલમેન્ટ કરતી હતી. આ કેસમાં અત્યાર સુધી અનેક લોકો ટાર્ગેટ બની ચક્યા છે.

જ્યારે સત્તાવાર રીતે ચાર ફ્રિયાદમાં પોલીસ અને તેની ગેંગ દ્વારા ૨૬ લાખ રૂપિયા લોકો પાસેથી પડાવી લીધા છે. આ રૂપિયામાં ૫૦ ટકા ભાગ રાખવામાં આવતો હતો. ક્રાઈમ બ્રાંચમાં હનીટ્રેપની ફ્રિયાદ બાદ પીઆઇ ગીતાબહેન ફ્રાર હતાં. ક્રાઈમ બ્રાંચમા અગાઉ એક વેપારીએ હનીટ્રેપની ફ્રિયાદ નોંધાવી હતી. જેમાં ક્રાઇમ બ્રાંચે જિતેન્દ્ર ઉર્ફે જિતુ મોદી, બિપીન પરમાર, ઉન્નતિ ઉર્ફે રાધિકા રાજપૂત અને જાનવી ઉર્ફે જિનલ પઢિયારની ધરપકડ કરી હતી. પૂછપરછમાં PI ગીતા પઠાણની સંડોવણી ખૂલતા ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. ગીતા પઠાણે આ ટોળકી સાથે મળીને આધેડ પાસેથી રૂપિયા પડાવ્યા હતા. છેલ્લા એક વર્ષમાં પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બળાત્કારની અરજીઓ ક્રાઇમબ્રાંચે તપાસી છે, જેમાં ચાર અરજીમાં હનીટ્રેપનો ખેલ ખેલાયો હોય તેવુ ખૂલ્યું હતું…!

Share with:


News