Share with:


કોરોના મહામારી ના કારણે ઘણા સમય થી ગુજરાતમાં સ્કૂલ-કોલેજો બંધ છે. જેના લીધે બાળકોના અભ્યાસ ઉપર મોટી અસર પડી છે અને શિક્ષણ જગત ઉપર પણ ગંભીર અસર પડી છે. આ બધાની વચ્ચે સારા સમાચાર મળી રહ્યા છે કે સરકાર શાળા-કોલેજો ખોલવાનો નિર્ણય લઈ શકે છે. વિશ્વસનીય સૂત્રો થી મળી રહેલી માહિતી મુજબ ગુજરાત સરકાર જાન્યુઆરી માસના પહેલા સપ્તાહમાં ગુજરાતમાં શાળાઓ અને કોલેજો શરૂ કરવાનું મન બનાવી લીધું છે તેવું જાણવા મળી રહ્યું છે.

જો વાત કરીયે સૂત્રોની તો તમને જણાવી દઈએ કે તેમના દ્વારા મળી રહેલી માહિતી મુજબ 15 જાન્યુઆરી થી શરુ થઈ શકે છે તમામ શાળા-કોલેજો તથા રાજ્યની તમામ યુનિવર્સીટી પણ ધમધમતી કરવાની વ્યૂહ રચના સરકાર દ્વારા ઘડી કાઢવામાં આવી છે. જેથી કહી શકાય કે જાન્યુઆરીના મધ્ય સુધી તમામ શેક્ષણિક સત્ર શરુ થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર દ્વારા આ નિર્ણય કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવતા લેવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યો છે.

બીજીતરફ અન્ય ધોરણોમાં માસ પ્રમોશન અંગે પણ શિક્ષણ વિભાગ અને સરકાર વિચારણા કરી શકે છે. આ સમગ્ર મામલે રાજ્ય સરકાર કેબિનેટમાં નિર્ણય લઈ શકે છે. આ મામલે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે.

Share with:


By admin

Rakesh yadav

4 thoughts on “ગુજરાતમા સ્કૂલ-કોલેજો ને લઈ મોટા સમાચાર, જાન્યુઆરીમા શરૂ થઈ શકે છે સ્કૂલ-કોલેજો ? “ટૂંક સમયમાં સરકાર કરી શકે છે જાહેરાત””

Leave a Reply to Kanzariya rutin Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!