અમદાવાદઃ મોબાઈલના રૂપિયાની લેતીદેતીમાં મિત્રોએ મિત્રની કરી હત્યા, શરીરમાં ઘૂસેલી છરી સાથે તડફડિયા મારતો રહ્યો યુવક ?

અમદાવાદઃ મોબાઈલના રૂપિયાની લેતીદેતીમાં મિત્રોએ મિત્રની કરી હત્યા, શરીરમાં ઘૂસેલી છરી સાથે તડફડિયા મારતો રહ્યો યુવક ?

Share with:


અમદાવાદઃ મોબાઈલના રૂપિયાની લેતીદેતીમાં મિત્રોએ મિત્રની કરી હત્યા, શરીરમાં ઘૂસેલી છરી સાથે તડફડિયા મારતો રહ્યો યુવક ?
આરોપી મિત્રો કિશન ઠાકોર, વિપુલ ઠાકોર અને વિશાલ મકવાણા ઉર્ફે ગજની છરીના ઘા મારી નિખિલ પરમારને પીઠના ડાબી બાજુના ભાગે ઇજા પહોંચાડી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

અમદાવાદ: શહેરના સરદારનગરના ઈન્દીરાનગરમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી હોવાની ઘટના રવિવારે બની હતી. મોબાઇલના પૈસાની લેતીદેતીમાં મિત્રએ મિત્રને છરીના ઘા મારી હત્યાને અંજામ આપ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મૃતક નો ઇજા પામેલો વીડિયો વાયરલ થયો હતો જેમા તે મિનિટો સુધી જાહેર રસ્તા પર તડફડીયા મારતો રહ્યો હતો અને શરીરમાં ઘુસેલી છરી કાઢવાનો પ્રયાસ કરતો રહ્યો હતો.
આ વીડિયો રવિવારના બપોર ના સમયનો સરદારનગરના ઇન્દિરાનગર છપરાનો હોવાનું પોલીસે જણાવ્યું હતું.  આરોપી મિત્રો કિશન ઠાકોર, વિપુલ ઠાકોર અને વિશાલ મકવાણા ઉર્ફે ગજની છરીના ઘા મારી નિખિલ પરમારને પીઠના ડાબી બાજુના ભાગે ઇજા પહોંચાડી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. નિલેશને પીઠના ભાગે છરી ના ઘા માર્યા બાદ લગભગ લાંબા સમય સુધી જાહેર રસ્તા પર તડફડીયા માર્યા હતા. (વિશાલ ઉર્ફે ગજની)!

જોકે સ્થાનિક લોકોએ 108 બોલાવી નિખિલ પરમાર ને સારવાર માટે હોસ્પિટલ લઇ મોકલ્યો હતો. જ્યા ડોક્ટરએ મૃત જાહેર કર્યો હતો. ત્યારે સરદારનગર પોલીસ ને જાણ થતા ની સાથે ઘટના સ્થળ પર તપાસ શરુ કરી હતી અને આરોપી ને શોધવા ચક્રો ગતિમાન કરી આરોપીઓની અટકાયત કરી હતી. (વિપુલ ઠાકોર)ઘટનાની જાણ સરદાનગર પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે લોકોની પૂછ પરછ શરુ કરી તો માલુમ થયું હતું કે હત્યા. અન્ય કોઈ એ નહિ પણ મૃતકના મિત્રોએ જ કરી છે. ગણતરીના કલાકોમાં સરદારનગર પોલીસે આરોપી મિત્રો કિશન ઠાકોર, વિપુલ ઠાકોર અને વિશાલ મકવાણા ઉર્ફે ગજની  ધરપકડ કરી લીધી છે. (કિશન ઠાકોર)ત્યારે આરોપી મિત્રોની પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે મૃતક નિખિલ પરમાર અને આરોપીઓ મિત્રો વચ્ચે મોબાઈલના 17 હજાર રૂપિયાની લેતીદેતીમાં ઝગડો થયો હતો. અને ઝગડો એટલો ઉગ્ર બની ગયો હતો કે મુખ્ય આરોપી કિશન ઠાકોર એ પોતાની પાસે રહેલ છરી ના ઘા મારી દીધા હતા. અને મિત્ર નિખિલ મિનિટો માં જ મોત ને ભેટી ગયો હતો. ત્યારે સરદારનગર પોલીસે એટ્રોસિટી એક્ટ સહિત હત્યાનો ગુનો નોંધીને સમગ્ર તપાસ એસટીએસસી સેલને તપાસ સોંપવામાં આવી છે…!

Share with:


News