બાતમીદારને ફસાવી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ બુટલેગર સાથે સાંઠગાંઠ કરી 2 લાખનો તોડ કર્યો..?

બાતમીદારને ફસાવી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ બુટલેગર સાથે સાંઠગાંઠ કરી 2 લાખનો તોડ કર્યો..?

Share with:


અમદાવાદ કુબેરનગર :- અમદાવાદમાં ખાખી પર ડાઘ લગાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.  ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ બાતમીદાર પાસેથી બાતમી લઇ બુટલેગર ને પકડ્યો હતો. બાદ બુટલેગર પાસેથી તોડ કરી છોડી મુક્યો અને બાતમીદારને ફસાવી દીધો હોવાનો આરોપ લાગ્યો છે.  આગળ વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કુબેરનગર વિસ્તારમાં રહેતા બાતમીદાર અમર સિંધ ઉર્ફે લલ્લુએ ગંભીર આરોપ લગાવ્યા છે. એટલું જ નહીં બુટલેગર દ્વારા સતત મળતી ધમકી બાદ બાતમીદાર લલ્લુની માતાનું હ્રદય હુમલો થતાં મોત નિપજ્યુ હતું.
બાતમીદાર અમર સિંધ ઉર્ફે લલ્લુ આજથી 5 વર્ષ પહેલા કુબેરનગર વિસ્તારમાં દારૂનો ધંધો કરતો હતો. જો કે બાદમાં છોકરાઓ મોટા થતાં દારૂનો ધંધો છોડી અન્ય જગાએ રહેવા જતા રહ્યા હતા.

જો કે થોડાક દીવસ પહેલા લલ્લુને બુલેટ અનિલ મરાઠી સાથે મુલાકાત થઈ હતી. તેવામાં ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મહેન્દ્રસિંહ લલ્લુને મળી અનિલ મરાઠીની બાતમી આપવા કહ્યુ હતું. એટલું જ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ લલ્લુને જૂના દારુના કેસમાંથી છુટકારો અપાવીશ તેવી બાંહેધરી આપી હતી. ત્યારબાદ લલ્લુએ ક્રાઈમ બ્રાન્ચને બુટલેગર અનિલ મરાઠી વિરુદ્ધ બાતમી આપી દારૂ પકડાવ્યો હતો.

જો કે ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મહેન્દ્રસિંહે અનિલ મરાઠી ને પકડ્યા બાદ તેના ઘરે જઈ  રૂપિયા 2 લાખનો તોડ કર્યો હતો. રૂપિયા મળ્યા બાદ બુટલેગરને છોડી મૂક્યો. એટલું જ નહીં મહેન્દ્રસિંહે બાતમી આપનાર લલ્લુનુ નામ પણ જણાવી દીધું હતું. ત્યાર બાદ બુલેટગર સતત લલ્લુને ધમકી આપતો હતો.અમર સિંધ ઉર્ફે લલ્લુ તેમજ તેની પત્નીએ આરોપ લગાવતા જણાવ્યું છે, બાતમી આપ્યા બાદ ક્રાઇમના અધિકારી મહેન્દ્રસિંહે ગદ્દારી કરી અમને ફસાવી દીધા છે. ખોટા કેસ કરી અમને હેરાન કરવામાં આવી રહ્યા છે. ક્રાઈમબ્રાન્ચના અધિકારીઓ ગાડીમાં બેસાડી લઈ ગયા ત્યારબાદ કડી પોલીસ મથકે લઇ ગયા હતા. આ દરમિયાન બુટલેગર અને પોલીસના સતત ફોન આવતા હોવાથી અમારી માતાનું ટેન્શનમાં નિધન થયું હતું. બાતમીદાર લલ્લુએ જણાવ્યું હતું કે, બાતમી આપ્યા બાદ જે અમારી ઉપર કેસો થયા છે તેના જવાબદાર ક્રાઇમના અધિકારી મહેન્દ્રસિંહ છે. હાલ તો આ વાઇરલ વીડિયોએ ચર્ચા જોર પકડ્યું છે. હવે જોવાનું એ રહુંય કે મહેન્દ્રસિંહની  આ હરકત થી તેની તપાસ ઉચ્ચ અધિકારીઓ કરશે કે નહીં ? જો આજ રીતે બાતમી લીધા બાદ બૂટલેગરો સાથે તોડ કરી સાંઠગાંઠ રાખશે તો કેવી રીતે ગુજરાતમાં નશાબંધી થશે..?

Share with:


News