અમદાવાદઃ હનીટ્રેપ કેસમાં PIની ધરપકડ બાદ PSIનું નામ પણ ખુલ્યું, મહિલા પોલીસ સ્ટેશનમાં ગેંગ બનાવી કરતા ‘ગોરખધંધો’.?

અમદાવાદઃ હનીટ્રેપ કેસમાં PIની ધરપકડ બાદ PSIનું નામ પણ ખુલ્યું, મહિલા પોલીસ સ્ટેશનમાં ગેંગ બનાવી કરતા ‘ગોરખધંધો’.?

Share with:


(રાકેશ યાદવ) અમદાવાદ ખાખી થઈ બદનામ :- ગેંગનો માસ્ટર માઈન્ડ છે ડિસમિસ પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી અને તેની સાથે અન્ય આરોપી બિપિન પરમાર જે વકીલ છે. અને ઉન્નતિ રાજપૂત આ તમામ લોકો અન્ય સાગરીતો સાથે મળી 50થી 60 વર્ષના વેપારીઓને પોતાનું ટાર્ગેટ બનાવતા હતા.અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad) વેપારીઓને (tredars) ટાર્ગેટ કરી મિત્રતા કેળવીને (friendship) તેમની પાસેથી રૂપિયા પડાવતી ગેંગના 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગેંગમાં ડિસમિસ પોલીસ (police) અને વકીલ (Advocate) પણ સામેલ હતા. આ લોકો મહિલા ક્રાઈમમાં (woman crime) ખોટી અરજી કરી વેપારીઓને ડરાવતા હતા.

આ મામલે ક્રાઇમ બ્રાન્ચ (crime branch) દ્વારા કાર્યવાહી કરી 3 લોકોની ધરપકડ (arrested) બાદ તત્કાલીન મહિલા પીઆઈ ગીતા પઠાણની (PI Geeta Pathan) ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર વધુ એક મહિલાની ધરપકડ કાઈ કુલ 65 લોકોને પકડી પાડવામાં આવ્યા હતા.તપાસમાં વધુ માહિતી સામે આવી અને જેમાં ખુલાસો થયો કે માત્ર પીઆઈ નહીં પરંતુ તેની સાથો સાથ એક પીએસઆઇ પણ આ તમામ હની ટ્રેપ ગેંગમાં (Honey trap gang) સામેલ હતો અને જેને પકડવા જતા પહેલા તે ફરાર થઈ ગયો હતો અને જેને પડકવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ હાલ કાર્યવાહી કરી રહી છે..સૂત્રો ની માનીએ તો મહિલા પૂર્વ પોલીસ સ્ટેશન ને વેપાર બનાવી દીધો હતો..હાલ આરોપી ને પકડવા કાર્યવાહી કરવા માં આવી રહી છે.

Share with:


News