ગુજરાત કોંગ્રેસની કઠીણાઈ! પ્રમુખ પદ માટે આંતરિક કલહ વધ્યો ?

ગુજરાત કોંગ્રેસની કઠીણાઈ! પ્રમુખ પદ માટે આંતરિક કલહ વધ્યો ?

Share with:


અમદાવાદ – ફેબ્રુઆરીમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસ પક્ષમાં નવા પક્ષ પ્રમુખ અને નેતા પ્રતિ પક્ષની ખુરશી ખાલી છે. જેની ઉપર બેસવા માટે હાલ કોંગ્રેસમાં રસ્સા ક્સ્સી ચાલી રહી છે. ચાણક્યને ભોંઠો પાડે તેવા પેતરા અને શકુનીને શરમાવે એવી ચાલબાજીઓથી ગુજરાત કોંગ્રેસના નેતાઓની ઓફિસો ધમ ધમી રહી છે. જેટલી મેહનત એમના નેતાઓ આ ખુરશીઓ ઉપર બેસવા માટે કરી રહ્યા છે જો એટલીજ મેહનત એ ચૂંટણી જીતવામાં કરતા હોત તો એ ક્યારનાય સત્તાની ખુરશી ઉપર બેસી ગયા હોત પણ કોંગ્રેસના નેતાઓને પાર્ટીમાં મળતી પોજીશનમાં સત્તામાં આવ્યા કરતાંય વધારે રસ હોય છે, જાણે એમને સત્તામાં આવ્યા વગરજ સત્તા પક્ષ તરફથી કોઈ ખાસ ભેંટ સોગાદો મળતી હોય. જોકે એવી અફવાઓ ઘણી વાર સાંભળવામાં આવે છે કે કોંગ્રેસના અમુક નેતાઓ ભલે કોંગ્રેસમાં હોય પણ તે કામ ભાજપ માટે કરે છે. જેના બદલે તેમને સત્તા પક્ષ તરફથી માખણ મલાઈ નહિ તો તાજ્જુ દુધ તો જરૂર મળીજ જાય છે. જેમકે ક્યારેક મગફળી ખરીદીમાં થતા કૌભાંડમાં ભાગ મળે તો ક્યારેક સરકારની ચાહિતી કમ્પનીઓમાં તેમને ટ્રાન્સપોર્ટ કે સપ્લાયમાં કોન્ટ્રાક મળે કે પછી એમના સંતાનોને ગુજરાતની મોટી મોટી કંપનીઓના ડિરેક્ટ બનાવી દેવાય.

આજ માખણ મલાઈ માટે કોંગ્રેસમાં ઘણા જૂથો ફરી એક વાર સક્રિય થયા છે અને તે પાર્ટી પ્રમુખની ખુરશી ઉપર બેસી વહીવટ કરવા માંગે છે. અને એ લોકો કોંગ્રેસને એવા હાથોમાં જવા દેવા નથી માંગતા જે કોંગ્રેસને જીતાડી શકે.

પાર્ટીની અંદરથી મળેલા તાજા સમાચારમાં પણ આવુજ કૈક જાણવા મળ્યું છે. પાર્ટીના ઘણા નાના મોટા નેતાઓ કહી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ આટલી ખરાબ રીતે ના હારતી જો કેટલાક નેતાઓ અને MLA પાર્ટી વિરુદ્ધ કામ ના કરતા. પરંતુ અમિત ચાવડાને પ્રમુખ પદેથી હટાવા માટે પાર્ટીનાજ નેતાઓને ભાજપ સાથે મળીને પાર્ટીને હરાવી.

વાત ગમે તે હોય પરંતુ મુદ્દો એ છે કે હવે આગળ કોંગ્રેસ હાઈ કમાન્ડ શું કરશે. કોંગ્રેસની કમાન કોને મળશે, પાર્ટીમાં રહીને વહીવટ કરનારા વહીવટદારને કે પછી પાર્ટીને જીતાડી શકે તેવા માસ લીડરને.

Share with:


News