18મી પછી વેપાર-ધંધા શરૂ કરો, નહીં તો સવિનય કાનૂન ભંગ કરી દુકાનોનાં શટર ખોલી નાખીશું.

18મી પછી વેપાર-ધંધા શરૂ કરો, નહીં તો સવિનય કાનૂન ભંગ કરી દુકાનોનાં શટર ખોલી નાખીશું.

Share with:


ગુજરાતમાં કોરોનાને કારણે લાદવામાં આવેલા આંશિક લોકડાઉનને કારણે 60 ટકા વેપાર-ધંધા ચાલુ છે, પણ 40 ટકા ધંધા બંધ રાખવાના અધકચરા લોકડાઉનને કારણે કોરોનાની ચેન તૂટવાને બદલે વેપારીઓનો મરો થઈ રહ્યો છે, જેથી 18મી પછી વધુ છૂટછાટ આપવામાં નહીં આવે તો અકળાયેલા વેપારીઓ સવિનય કાનૂન ભંગ કરવાની ચીમકી આપી રહ્યા છે. એ જોઈને સરકાર પણ 18મી પછી નિયંત્રણોમાં થોડી છૂટછાટ આપવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળે છે.

વેપારીઓની ધંધા-રોજગાર શરૂ કરવાની રજૂઆત
ગુજરાતના ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ આ અંગે સંકેત આપ્યો હતો કે રાજ્યમાં ધંધા-રોજગારને લઈને આગામી દિવસોમાં કેટલાક મહત્ત્વના નિર્ણય કરવામાં આવશે, 18મી મે સુધી કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યાપાર-ધંધા રોજગારને કેટલી છૂટછાટ આપવી એ અંગેનો નિર્ણય કરવામાં આવશે. નાના વેપારીઓ ધંધા-રોજગાર શરૂ કરવા માટે રજૂઆતો કરી છે, પરંતુ કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ જ નિર્ણય કરવામાં આવશે.

રાજ્યમાં અધકચરા લોકડાઉનનો કોઈ અર્થ નથી
ગુજરાતનાં વિવિધ શહેરોમાં વેપારીઓ હવે લોકડાઉન નહીં લંબાવવાની માગ કરી રહ્યા છે. અન્યથા સવિનય કાનૂન ભંગની ચેતવણી પણ આપવા લાગ્યા છે. વેપારીઓની દલીલ છે કે નિયંત્રણોમાં પણ 60 ટકા વેપાર-ધંધાને છૂટછાટ છે. માત્ર 40 ટકા બંધ છે. અધકચરા લોકડાઉનનો કોઈ અર્થ નથી. કોરોના ચેન તોડવી જ હોય તો સંપૂર્ણ લોકડાઉન લાદી દો અથવા તમામ વેપાર-ધંધાઓને છૂટછાટો આપવામાં આવે…..!

Share with:


News