હનીટ્રેપ કરવા લાગી: PI ગીતા પઠાણની ધરપકડ, કાંડ છુપાવવા ક્રાઇમબ્રાંચમાં જ સેનિટાઇઝર પીધું .

હનીટ્રેપ કરવા લાગી: PI ગીતા પઠાણની ધરપકડ, કાંડ છુપાવવા ક્રાઇમબ્રાંચમાં જ સેનિટાઇઝર પીધું .

Share with:


હનીટ્રેપ કરવા લાગી: PI ગીતા પઠાણની ધરપકડ, કાંડ છુપાવવા ક્રાઇમબ્રાંચમાં જ સેનિટાઇઝર પીધું .

અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશનની પાસે જ આવેલા ઇસ્ટ મહિલા પોલીસ સ્ટેશનના તત્કાલીન ખુદ મહિલા પીઆઇ ગીતા પઠાણે જ હની ટ્રેપ કરાવીને લાખોના તોડ કર્યા હતા. આ અંગેનો અહેવાલ ‘સંદેશ’માં પ્રસિદ્ધ કરાતા તાત્કાલિક પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપી હતી, જેમાં ત્રણ મહિના બાદ મહિલા પીઆઇ ગીતા પઠાણની ક્રાઇમ બ્રાંચે રાજકોટથી ધરપકડ કરી છે. પોતાના કાંડ વધારે ના ખૂલે તે માટે તેણે ક્રાઇમબ્રાંચની ઓફિસમાં જ સેનિટાઇઝર પી લીધું હતું. આથી તેને સારવાર માટે સિવિલ ખસેડાઈ છે.

એક ગેંગ તો ક્રાઇમબ્રાંચે દબોચી લીધી છે. પરંતુ ગીતા પઠાણ વખતે હની ટ્રેપ કરીને આધેડોને ફસાવતી આઠ ગેંગો સક્રિય હતી. જો કે એક ગેંગ અને ગેંગના મુખ્ય કાવતરાખોર પી.આઇ. ગીતા પઠાણનું નામ આવતાં જ અન્ય ગેંગો ભૂગર્ભમાં ઊતરી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.સોશિયલ મીડિયામાં યુવતીઓના સેક્સી ફોટા મૂકીને આધેડ સાથે મિત્રતા કરીને તેમનો મોબાઇલ નંબર લઇને વોટ્સઅપ પર અશ્લીલ ફોટા અને વીડિયો મૂકીને લલચાવવામા આવતા હતા. યુવતી સુરત કે અન્ય શહેરની હોવાનુ કહીને થોડા જ દિવસમાં આધેડને યુવતી પોતાના સંબંધીના ઘરે આવી છે. તેમ તેમની ગોઠવણવાળી હોટલ કે ગેસ્ટ હાઉસ પાસે બોલાવીને ત્યાં લઇ જવાતા હતા, જેમાં યુવતી અને આધેડ અશ્લીલ ચેનચાળા કરતા હોય તેવા ફુટેજ મેળવી લેવાતા હતા.

તો કેટલાક કિસ્સાઓમાં શારીરિક સંબંધ પણ યુવતી આધેડ સાથે રાખતી હતી. ત્યારબાદ બે જ દિવસમાં આધેડના મોબાઇલ ઉપર ઇસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવતા હતા. આધેડને ફોન કરનાર પોલીસકર્મી કહેતા કે તમારી વિરુદ્ધમાં દુષ્કર્મની અરજી આવી છે, જેથી તાત્કાલિક ઇસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં આવી જાવ. જેના કારણે આધેડ ડરતાં-ડરતાં પોલીસ સ્ટેશન જતા હતા. ત્યારબાદ અન્ય મહિલા પોલીસકર્મીઓ અને એક પીએસઆઇ આધેડને ડરાવીને લાખ્ખો રૂપિયામાં પતાવટ કરવાની વાત કરતા હતા.ઇસ્ટ મહિલા પોલીસ સ્ટેશનના તે વખતના પીઆઇ ગીતા પઠાણની કેબિનમાં લઇ જવામા આવતાં હતી. ગીતા પઠાણ ગંદી ગાળો બોલીને જેલમાં પૂરી દેવાની ધમકી આપીને ૮થી ૧૦ લાખમાં તોડ કરતા હતા. આ અંગેની અરજી નિકોલમાં રહેતા એક આધેડે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને કરતાં ક્રાઇમબ્રાંચના એસીપી ડીપી ચુડાસમાએ આખી ગેંગ તેમજ મુખ્ય સુત્રધાર ગીતા પઠાણની ધરપકડ કરી લીધી છે.

Share with:


News