એસ.જી હાઇવે ખાતેની શેલ્બી હોસ્પિટલમાં 6 લાખના ખર્ચે ની-રિપ્લેસમેન્ટ પણ કોઈ ફેર નહીં. વધુ 9 લાખ માગી ડિસ્ચાર્જ થવા દબાણ !

એસ.જી હાઇવે ખાતેની શેલ્બી હોસ્પિટલમાં 6 લાખના ખર્ચે ની-રિપ્લેસમેન્ટ પણ કોઈ ફેર નહીં. વધુ 9 લાખ માગી ડિસ્ચાર્જ થવા દબાણ !

Share with:


એસ.જી હાઇવે ખાતેની શેલ્બી હોસ્પિટલમાં 6 લાખના ખર્ચે ની-રિપ્લેસમેન્ટ પણ કોઈ ફેર નહીં. વધુ 9 લાખ માગી ડિસ્ચાર્જ થવા દબાણ !

અમદાવાદ શહેરના એસજી હાઇવે ખાતેની શેલ્બી હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દીનું ઘૂંટણ રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરવા છતાં કોઈ જાતનો ફર્ક પડયો નહીં ઉલટાનું દર્દીની તકલીફે વધી જવા છતાં હોસ્પિટલે લાખોનું બિલ ભરવા અને દર્દીને ડિસ્ચાર્જ કરવા દબાણ કરતા હોવાના આક્ષેપ સાથે દર્દીની દીકરીએ ન્યાયની માગ કરી ભૂખ હડતાળ શરૂ કરી છે.બુધવારે સાંજે ભૂખ હડતાળ ઉપર ઉતરેલા દર્દીની દીકરી બંસરીબેન ઠક્કરએ શેલ્બી હોસ્પિટલ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મારી માતાનું ઘૂંટણ રિપ્લેસમેન્ટ માટે ઓપરેશન કરાવ્યું પછી પણ ૧ ટકા ફ્રક પડયો નહીં. સતત તકલીફ વધી રહી છે. આ અંગે ડોકટરને કહેવા છતાં હજુ કોઈ સુધારો આવ્યો નથી.ઉલટાનું કેટલાક દિવસોથી પગમાંથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું. દર્દીને સારું થયું નથી પણ હોસ્પિટલએ મારી પાસેથી રૂ.૬ લાખ જેટલું બિલ ભરાવ્યું અને હજુ રૂ.૯ લાખ ભરવાનું કહીને દર્દીને ડિસ્ચાર્જ કરવા દબાણ કરે છે. દર્દીને પગ કાપવાની વાતો થઈ રહી છે, ત્યારે વધુ સારવાર માટે રૂ.૩૦ લાખનું ઓપરેશન કરવાનું કહે છે.આમ હોસ્પિટલ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. દર્દીને સારું થયું નથી એટલે જે પણ ઓપરેશન કરવું હોય તે હોસ્પિટલ પોતે ખર્ચો કરીને દર્દીને સાજા કરે, અમારી પાસેથી ઓપરેશન પેટે લીધેલા નાણાં પરત કરે. અમને થઈ રહેલા અન્યાય મામલે ન્યાય અપાવવા ખુદ પોલીસ કમિશનર આવીને અમારી રજુઆત નહીં સાંભળે ત્યાં સુધી હું ભૂખ હડતાળ કરીશ.દરમ્યાન જો મને કે મારી માતાને કઈ પણ થશે તો તેના માટે હોસ્પિટલ, સરકાર અને પોલીસ જવાબદાર રહેશે…!

Share with:


News