રથયાત્રા પૂર્વે સંવેદનશીલ એરિયામાંથી મળ્યા 4 દેશી બોમ્બ, ક્રાઈમબ્રાન્ચે કરી 1 આરોપીની ધરપકડ.

રથયાત્રા પૂર્વે સંવેદનશીલ એરિયામાંથી મળ્યા 4 દેશી બોમ્બ, ક્રાઈમબ્રાન્ચે કરી 1 આરોપીની ધરપકડ.

Share with:


અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે શહેરમાંથી બોમ્બ મળવાની ઘટનાઓ યથાવત રહી છે. આજે શહેરના દરિયાપુર વિસ્તારમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના અતિસંવેદનશીલ ગણાતા દરિયાપુર વિસ્તારમાંથી આજે 4 જેટલા દેશી બોંબ મળી આવતાં ખળભળાટ વ્યાપી ગયો હતો. આ ઘટનામાં ક્રાઈમબ્રાન્ચે બોમ્બ સાથે એક આરોપીની ધરપકડ પણ કરી છે. હાલ ક્રાઈમબ્રાન્ચ દ્વારા આરોપીની પુછપરછ હાથ ધરાઈ છે.આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના અતિસંવેદનશીલ ગણાતા દરિયાપુરમાં આજે સવારે 4 દેશી બોમ્બ મળી આવ્યા છે. ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચનો સહારો પણ લેવામાં આવ્યો છે. ઘટના સ્થળેથી 04 જેટલા દેશી બનાવટના બોંબ જપ્ત કર્યા હતાં.સમગ્ર મામલાની જાણ થતા બોંબ સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાંચની ટીમ સહિત દરિયાપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ક્રાઈમબ્રાન્ચે બોમ્બ સાથે એક આરોપીની ધરપકડ પણ કરી નાંખી છે. ક્રાઈમબ્રાન્ચ દ્વારા આરોપીની પુછપરછ હાથ ધરાઈ છે. કારણ કે આ ઘટનામાં આરોપીની મૂરાદો શું હતી? તે કોના કહેવાથી દરિયાપુર જેવા વિસ્તારમાં બોમ્બ પ્લાન્ટ કર્યા હતા. 4 દેશી બોમ્બ સાથે તેઓ શહેરમાં શું કરવાના હતા? આ તમામ સવાલોનો જવાબ મેળવવા માટે ઝડપાયેલા આરોપીની પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે…!

Share with:


News