નવરંગપુરા જૂની હાઈકોર્ટ પાસે આવેલી હોટેલમાં ગર્લફ્રેન્ડને સાથે રાખી IPLની મેચો પર સટ્ટો રમાડતો બુકી પકડાયો.

નવરંગપુરા જૂની હાઈકોર્ટ પાસે આવેલી હોટેલમાં ગર્લફ્રેન્ડને સાથે રાખી IPLની મેચો પર સટ્ટો રમાડતો બુકી પકડાયો.

Share with:


  • મીત પેલેસ હોટેલમાંથી બીટ્ટુને ઝડપી પાડ્યો
  • ગર્લફ્રેન્ડની સટ્ટામાં સંડોવણી નહીં હોવાથી પોલીસે તેની ધરપકડ કરી નહીં

આઈપીએલ શરૂ થઇ ત્યારથી જ નવરંગપુરા જૂની હાઈકોર્ટ પાસેની હોટલ મીત પેલેસના રૂમમાં ગર્લફ્રેન્ડ સાથે રહીને સટ્ટો રમાડી રહેલો બુકી પકડાયો છે. જોકે બુકીના ગર્લફ્રેન્ડની સટ્ટામાં સીધી કે આડકતરી રીતે કોઇ સંડોવણી ન હોવાથી પોલીસે તેની ધરપકડ કરી ન હતી, પરંતુ બુકી પાસેથી મોબાઈલ ફોન તેમજ સટ્ટાના હિસાબો લખેલા કાગળો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જૂની હાઈકોર્ટ પાસેના રિધ્ધી કોમ્પ્લેક્ષમાં આવેલી હોટલ મીત પેલેસના એક રુમમાં સટ્ટો રમાતો હોવાની બાતમી નવરંગપુરા પીઆઈ આર.જે.ચુડાસમાને મળી હતી. જેના આધારે તેમણે સ્ટાફના માણસો સાથે દરોડો પાડયો હતો. હોટલના રિશેપ્શન ઉપર હાજર મેનેજર જીતેન્દ્રસિંહ હિંમતસિંહરાવની પૂછપરછ કરતા એક રુમમાં તા.23 એપ્રિલ થી બીટ્ટુ જયંતિભાઈ પટેલ(26)(સુરેન્દ્રનગર, દેગામ) અને એક યુવતી મળી આવ્યા હતા.

પોલીસે બંનેની ઝડતી કરતા બીટ્ટુ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનમાંથી આઈપીએસ ઉપર સટ્ટો રમવાની એપ્લીકેશન મળી આવી હતી. આટલું જ નહીં અશ્વીન, અક્ષય અને અંકિત નામના અન્ય ત્રણ બુકીઓના એકાઉન્ટ પણ મળી આવ્યા હતા. જ્યારે યુવતીના મોબાઈલ ફોનમાંથી સટ્ટાને લગતુ કશું મળી આવ્યુ ન હતુ. જેથી પોલીસે યુવતીને જવા દીધી હતી. જ્યારે બીટ્ટુની ધરપકડ કરી હતી. બીટ્ટુ આઈપીએલની મેચ ઉપર સટ્ટો રમાડતો હતો અને આગળ અશ્વીન, અક્ષય અને અંકિત પાસે ભાવ કપાવતો હતો. આ માહિતીના આધારે પોલીસે અશ્વીન, અક્ષય અને અંકિતની તપાસ શરુ કરી છે.

મેમનગરમાં IPL ઉપર સટ્ટો રમાડતા 2 પકાડાય
મેમનગર ગામમાં આવેલી ચામુંડા ડેરી પાસે મોબાઈલ ફોનમાં એપ્લીકેશનથી આઈપીએલની રાજસ્થાન રોયલ અને સનરાઈઝ હૈદરાબાદની મેચ ઉપર સટ્ટો રમાડી રહેલા દિપેન યોગેશભાઈ પારેખ(24)(પ્રજાપતિ વાસ, મેમનગર) અને યોગેશભાઈ બચુભાઈ પ્રજાપતિ(27)(કર્ણાવતીનગર સોસાયટી, ઘાટલોડિયા) ને ઘાટલોડિયા પોલીસે ઝડપી લીધા હતા. બંને પાસેથી પોલીસે મોબાઈલ ફોન અને સટ્ટાના હિસાબો કબજે કર્યા હતા. બંને મોબાઈલ ફોનમાં એપ્લીકેશન ડાઉન લોડ કરીને ઓન લાઈન સટ્ટો રમાડતા હતા…!

Share with:


News