રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી કરતા ચાર આરોપી ઝડપાયા !

રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી કરતા ચાર આરોપી ઝડપાયા !

Share with:


ગુજરાતમાં કોરોનાનો કાળ લોકોના જીવ ભરખી રહ્યો છે. તો દર્દીઓ જીવ બચાવવા માટે રામબાણ સમાન રેમડેસિવિર ઇન્જેક્શનનો ઉપયોગ કરી સ્વાસ્થ્ય સારું કરી રહ્યા છે. ત્યારે જ અમદાવાદમાં જ રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરતા ચાર આરોપીઓની ચાર ઇન્જેક્શન સાથે રામોલ પોલીસે ધરપકડ કરી છે.

કોરોનામાં રામબાણ સમાન રેમડેસિવિરની કાળા બજારી
રામોલ પોલીસની ગિરફતમાં રહેલા આ શખ્સો જીવ અને મોતના સોદાગર છે. જેઓના નામ છે શશાંક જયસવાલ, નિલ જયસવાલ, વિકાસ અજમેરા અને પ્રવીણ મણવર. રામોલ પોલીસને બાતમી મળી હતી કે, કોરોના કાળમાં રામબાણ સમાન રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજાર થઈ રહ્યા છે. આ બાતમી આધારે રામોલ પોલીસે છટકું ગોઠવી માધવ સ્કૂલ પાસેથી ચારેય આરોપીઓ ચાર ઇન્જેક્શન સાથે ઝડપાયા છે.

40 હજારમાં ઇન્જેકશન આપવાની ફિરાકમાં હતા
આ ચારેય યુવાનોમાંથી ઇન્જેક્શન ખરીદનાર બે આરોપીઓ શશાંક અને નિલએ હોસ્પિટલના કર્મચારી પાસેથી ઇન્જેક્શન મેળવ્યા હતા. શશાંક અને નિલ બંને રૂ. 26 હજારમાં વિકાસ અને પ્રવીણને વેચવાના હતા. ત્યારે વિકાસ અને પ્રવીણ 26 હજારની ઉપર પોતાની રકમ નક્કી કરી આશરે 30થી 40 હજારમાં આ ઇન્જેકશન આપવાની ફિરાકમાં હતા.

ઇન્જેક્શન આપનાર હોસ્પિટલનો સ્ટાફ કોણ છે?
ત્યારે રામોલ પોલીસની તપાસ હાલ એ ચાલી રહી છે કે, શશાંક અને નિલને ઇન્જેક્શન આપનાર હોસ્પિટલનો સ્ટાફ કોણ છે અને કઈ હોસ્પિટલનો સ્ટાફ છે. ત્યારે રામોલ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છેકે, આ એ ઇન્જેક્શન છે એ જે દર્દીઓને અપાયેલા ડોઝમાંથી વધેલા ઇન્જેક્શન મેળવી કાળા બજારી કરવામાં આવી રહી હતી.

Share with:


News