કોરોના ટેસ્ટના ચાર્જમાં રૂ.100 થી 200 નો ઘટાડો, ઘર બેઠા ટેસ્ટના રૂ.1100 ને બદલે 900 થશે.

કોરોના ટેસ્ટના ચાર્જમાં રૂ.100 થી 200 નો ઘટાડો, ઘર બેઠા ટેસ્ટના રૂ.1100 ને બદલે 900 થશે.

Share with:


કોરોના ટેસ્ટના ચાર્જમાં રૂ.100 થી 200 નો ઘટાડો, ઘર બેઠા ટેસ્ટના રૂ.1100 ને બદલે 900 થશે.

અમદાવાદમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. AMC દ્વારા શરૂ કરાયેલી રેપિડ ટેસ્ટના ડોમની સાથે ખાનગી લેબોરેટરીઓમાં RT-PCR ટેસ્ટ કરાવવા માટે પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે દર્દીને હોસ્પિટલમાંથી અથવા નાગરિકના ઘરે જઈને ટેસ્ટ કરવામાં આવે તો 1100નો ચાર્જ હતો તેમાં 200નો ઘટાડો કરાયો છે.ખાનગી લેબોરેટરીમાં દર્દી ટેસ્ટ કરાવવા માગે તો 1100માંથી 900 રૂપિયા જ ચાર્જ લઈ શકશે.લેબોરેટરીમાંથી ટેસ્ટ કરાવે તો તેમાં 100 રૂપિયાનો ઘટાડો કરાયો છે.આ ભાવ ઘટાડો આવતીકાલથી તમામ લેબોરેટરીમાં અમલમાં મૂકવાનો રહેશે.

નીતિન પટેલે ઉમેર્યુ કે, તા.18 એપ્રિલ ના રોજ RT-PCR ના 73 હજાર 711, એન્ટીજનના 92 હજાર ટેસ્ટ મળી કુલ એક લાખ 65 હજાર 711 જ્યારે અત્યાર સુધીમાં RT-PCR ના 40 લાખ 99 હજાર 578 અને એન્ટીજનના ટેસ્ટ એક કરોડ 19 લાખ 16 હજાર 927 મળી કુલ એક કરોડ 60 લાખ 16 હજાર 505 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે.

11 હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે
તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર હસ્તકની 11 હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓની સારવાર માટે PSA મેડીકલ ઓક્સીજન જનરેશન પ્લાન્ટ સ્થાપિત કરવાનો પણ નિર્ણય કર્યો છે જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે 2 હજારએલ.પી.એમ. તથા સોલા જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ અને વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલ ખાતે 1200 એલ.પી.એમ. તેમજ પાટણની ધારપુર GMERS હોસ્પિટલ, જુનાગઢની GMERS હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ, બોટાદ, લુણાવાડા, મહેસાણા, પોરબંદર, સુરેન્દ્રનગર અને વેરાવળ ખાતે 700 એલ.પી.એમ. ની ક્ષમતા ધરાવતાં મેડીકલ ઓક્સીજન જનરેશન પ્લાન્ટ પ્રસ્થાપિત કરવાનું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે કોરોનાના દર્દીઓને ઓક્સીજનની સુવિધા મળતાં મહામુલી જીંદગી બચાવી શકાશે.

માં કાર્ડની મુદ્દત 3 મહિના વધારવામાં આવી
નીતિનભાઈએ ઉમેર્યું હતું કે મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા નાગરિકોના કાર્ડની મુદત 31 માર્ચે પૂરી થઈ હોય તો તેમના માટે 3 મહિનાની મર્યાદા વધારવામાં આવી છે.આ કાર્ડ હવે 30-6 સુધી અમલમાં રહેશે અને આ બાદ સ્થિતિ મુજબ ફરીથી નિર્ણય કરવામાં આવશે.અત્યાર સુધીમાં ગુજરાત સરકારના ખર્ચે 40.99 લાખ RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. લોકડાઉન પર રાજ્ય સરકાર દ્વારા જે વિચારણા કરવામાં આવશે, તેનાથી નાગરીકોને માહિતગાર કરવામાં આવશે.

કલેક્ટરો તથા DSPને જવાબદારી સોંપવામાં આવી
ગુજરાતમાં ઉત્પાદન કરાતા ઓક્સિજનનો તમામ જથ્થો મેડિકલ ઉપયોગ માટે કરી દીધો છે. આ માટે કલેક્ટરો તથા DSPને જવાબદારી સોંપવામાં આવેલી છે.પોલીસ દ્વારા આ પ્રકારના ઓક્સિજનની ટેન્કોને લાવવા-લઈ જવા માટે પાઈલોટિંગની સેવા આપવામાં આવે છે.આપણે દરેક જિલ્લામાં લેબોરેટરી વધારી રહ્યા છીએ. સરકારના આરોગ્ય વિભાગે પણ લેબોરેટરી અને સેમ્પલોની સંખ્યાને ધ્યાનમાં રાખીને મશીનો વધાર્યા છે. ખાનગી લેબોરેટરીઓને પણ ઝડપથી મંજૂરી આપી રહ્યા છીએ, જેથી ટેસ્ટિંગની ઝડપ વધે. રાજ્ય સરકાર દ્વારા સરકારી અને કોવિડ હોસ્પિટલોમાં રેમડેસિવિર ઈન્જેક્શનો પૂરા પાડવાની વ્યવસ્થા કરાઈ છે.

સરકારી હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન મફતમાં અપાય છે
રોજના 20000ની આજુબાજુની સંખ્યામાં ઈન્જેક્શનો જિલ્લાઓ અને મહાનગરોને મોકલીએ છીએ. સરકારી હોસ્પિટલોમાં આ ઈન્જેક્શનો મફત અપાય છે અને ખાનગી હોસ્પિટલોમાં જરૂર મુજબ તેને મોકલવામાં આવે છે.લોકડાઉન અંગે નિષ્ણાતોના જુદા જુદા અભિપ્રાય આવે છે. જો માસ્ક પહેરો, સાબુથી હાથ ધોવો અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો તો લોકડાઉનની જરૂર નથી. લોકડાઉન કરવાથી કોરોનાની ચેઈન તૂટે છે તેવું કોઈ પ્રમાણ મળ્યું નથી.રાત્રિના સમયે લોકો ઘરોની બહાર બેસીને વાતચીત કરવા બેસતા હોય છે એવામાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે

Share with:


News