19 એપ્રિલથી અમદાવાદ-વેરાવળ, વડોદરા-જામનગર ટ્રેન બંધ રહેશે.

19 એપ્રિલથી અમદાવાદ-વેરાવળ, વડોદરા-જામનગર ટ્રેન બંધ રહેશે.

Share with:


– મુસાફરો ન મળતા પશ્ચિમ રેલવે દ્વારા નિર્ણય લેવાયો

– તા.25 એપ્રિલે અમદાવાદ-દાનાપુર, બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી વચ્ચે ટ્રેન દોડાવાશે.

કોરોના સંક્રમણના કારણે ઓછા મુસાફરો મળતા હોવાથી વેરાવળ-અમદાવાદ-વેરાવળ અને જામનગર-વડોદરા-જામનગર સ્પેશિયલ ટ્રેનોનો તા.૧૯ એપ્રિલથી આગામી સુચના ન મળે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા લેવાયો છે. 

મુસાફરોની સુવિધા અને માંગને જોતા પશ્ચિમ રેલવે દ્વારા તા.૨૫ એપ્રિલે  ટ્રેન નંં. ૦૯૪૬૭ અમદાવાદ-દાનાપુર અને બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન તા.૨૫ એપ્રિલે રવિવારે રાત્રે ૨૩ઃ૧૫ કલાકે  અમદાવાદથી ઉપડીને મંગળવારે સવારે ૧૦ઃ૫૦ કલાકે દાનાપુર પહોંચશે. પરતમાં  ટ્રેન નં. ૦૯૪૬૮ દાનાપુરથી તા.૨૭ એપ્રિલે મંગળવારે બપોરે ૧૩ઃ૫૦ કલાકે ઉપડીને ગુરૂવારે રાત્રે ૨ઃ૫૦ કલાકે અમદાવાદ પહોંચશે.

ટ્રેન નં. ૦૯૦૭૯ બાન્દ્રા ટર્મિનસથી તા.૨૫ એપ્રિલે રવિવારે રાત્રે ૨૩ઃ૪૫ કલાકે ઉપડીને બીજા દિવસે સોમવારે ૧૮ઃ૨૦ કલાકે ભગત કી કોઠી પહોંચશે. પરતમાં ટ્રેન નં. ૦૯૦૮૦ ભગત કી કોઠીથી તા.૨૫ એપ્રિલને રવિવારે ૨૦ઃ૦૦ કલાકે ઉપડીને સોમવારે ૧૪ઃ૧૦ કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે.

Share with:


News