:અમદાવાદના  કુુબેરનગર બજાર નોબલનગર તથા સરદરનગર બજારો સાંજે 4 કલાકો થી  સ્વયંભૂ બંધ પાડવામાં આવશે.

:અમદાવાદના કુુબેરનગર બજાર નોબલનગર તથા સરદરનગર બજારો સાંજે 4 કલાકો થી સ્વયંભૂ બંધ પાડવામાં આવશે.

Share with:


  • * કોરોનાની ચેઈન તોડવા માટે અમદાવાદના જુદા જુદા માર્કેટ સ્વયંભૂ બંધમાં જોડાયા.

રાજયમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને અમદાવાદ શહેરમાં હવે હોસ્પિટલો કુલ થઈ ગઈ છે. બેડ ખાલી નથી રહ્યા. લોકડાઉનની જરૂર છે પરંતુ લોકડાઉન કરવાની સ્થિતિ ન હોવાનું રાજય સરકાર કહી રહી છે ત્યારે અમદાવાદમાં નરોડા રવિવાર .સોમવાર. તેમજ મંગળવારે વિસ્તારમાં સ્વયંભુ લોકડાઉન કરવામાં આવ્યું છે.

આજે નરોડા સૂમસામ રોડ જોવા મળ્યા હતા. એકલ દોકલ પેન્ડલ રિક્ષાચાલક પોતાનો દિવસ ભરવા કોઈ મળી જાય તે આશાથી આવતાં જોવા મળ્યા હતા.અને બીજી બાજુ સિંધી સેન્ટ્રલ પંચાત દ્વારા નરોડા પાટિયા થી સરદરનગર સુધી વેપારીઓ એ સ્વયંભૂ નાના મોટા વેપાર સાંજે 4 કલાકો થી બંધ પડવાની વાત કરી છે. તેમજ બુધવારે સમગ્ર માર્કેટ બંધ કરવાની અપીલો કરી છે.?.

સ્વયંભૂ બંધમાં જોડાયા અમદાવાદના માર્કેટ
બીજી તરફ શહેરના ખોખરા વિસ્તારમાં પણ રાધે મોલ આખો દિવસ બંધ જોવા મળ્યા હતા. મણિનગર સિંધી બજાર પણ સંપૂર્ણપણે બંધ જોવા મળ્યું હતું. કોરોનાના કેસોની ચેઇન તોડવાના પ્રયાસરૂપે સ્વૈચ્છિક બંધનો શહેરના વેપારી મંડળોએ નિર્ણય લીધો હતો, જેના ભાગરૂપે શનિવારે પણ શહેરનાં મોટા ભાગનાં માર્કેટોમાં ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા. આ જ રીતે રવિવારે પણ વેપારીઓએ બંધ રાખવાનું નક્કી કર્યું છે.

Share with:


News